લોન માટે ક્રેડિટ સ્કોર વધારી આપવાનું કહી અમેરિકનોને ઠગતા બે ઝડપાયા

Tuesday 26th April 2022 16:24 EDT
 
 

અમદાવાદ: અમદાવાદના બે યુવાનો અમેરિકાના લોન લેવા ઈચ્છુક નાગરિકોને લલચાવી પૈસા પડાવતા ઝડપાયા છે. ઝુંડાલ સર્કલ પાસે કોલ સેન્ટર ચાલુ કરીને બંને આરોપી અમેરિકનોને ક્રેડિટ સ્કોર 700 પ્લસ કરી આપવાનું કહેતા. જો કોઈ તૈયાર થાય તો તેમની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રકમ વસૂલી ઠગાઈ કરતા હતા. સાઇબર ક્રાઇમે છ મોબાઇલ, લેપટોપ, વાઇફાઈનું રાઉટર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઝૂંડાલ સર્કલ નજીક શરણ સર્કલ ફ્લેટમાં દરોડા પાડીને સાયબર ક્રાઇમની ટીમે સૌરભ વર્મા અને ટીકમ વૈશ્નવને ઝડપી લીધા હતા. તેઓ રાત્રે અમેરિકન નાગરિકોને લેન્ડિંગ ક્લબ નામની લોન આપતી કંપનીના કર્મચારીની ઓળખાણ આપી વાત કરતા હતા. ક્રેડિટ સ્કોર વધારી આપવાનું કહી તેઓને ઇબે, વોલમાર્ટ, ગુગલ પ્લેકાર્ડના ગીફ્ટ કાર્ડની ખરીદી કરાવતા હતા અને પૈસા પડાવતા હતા.


comments powered by Disqus