સુરતઃ લંબે હનુમાન રોડના એક જ્વેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ દરોડા પાડી 10 કરોડનું 18 કિલો સોનુ અને 165 નંગ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. આ સાથે જ ડીઆરઆઇએ 4ની અટકાયત પણ કરી છે.
7.50 ટકા ડયૂટી બચાવવા સ્મગલિંગનો ખેલ ચાલી રહ્યો છે. જપ્ત કરાયેલાં સોનામાં અઢી કિલો સોનું મહિધરપુરાના બુલિયનનું છે જ્યારે બાકીનું સોનુ લંબે હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે. DRIએ હવે એરપોર્ટ પર વોચ રાખી છે.
