મહેસાણાઃ કલોલ અને અમદાવાદના 2 કબૂતરબાજોએ 2 વર્ષ અગાઉ કડીના લક્ષ્મીપુરા (નં) ગામના યુવાનને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડાથી કાયદેસર અમેરિકા મોકલવાની લાલચ આપી એક મહિના સુધી ગોવાના જંગલમાં ગોંધી રાખી પરિવાર પાસેથી ત્રણ તબક્કે રૂ.37.50 લાખ ખંખેર્યા હતા. જીવ બચાવીને ઘરે પહોંચેલા યુવકે પરિવારને આપવીતી જણાવતાં યુવકના પિતાએ બંને ઠગોને પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં રૂ.5 લાખ પરત આપી ફરી યુવકને કાયદેસર અમેરિકા મોકલવાનું નાટક કર્યું હતું.
