હાઈકોર્ટના આદેશથી પ્રબોધ સ્વામી ગ્રુપના સંતો આણંદના બાકરોલ જ્યારે સાધ્વીઓ અમદાવાદ રવાના

Tuesday 26th April 2022 11:22 EDT
 

વડોદરા: હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીના નિધન પછી ઉત્તરાધિકારી ગણાતા બે સ્વામીઓ, એક પ્રબોધ સ્વામી અને બીજા પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ વચ્ચે અવાર-નવાર ખેંચતાણ શરૂ થઇ ગઇ હતી અને છેવટે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સોખડાના હરિધામ સંકુલમાં સાધુ, સાધ્વીઓ અને હરિભક્તોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં થયેલી હેબિયસ કોર્પ્સની સુનાવણી હાથ ધરાઇ હતી. સોખડામાં જે સંતો હતા. તે તમામને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તમામને કોન્ફરન્સ રૂમ બંધ કરી વીડિઓ કોન્ફરન્સથી સુનાવણી શરૂ થઇ હતી.
બે કલાક સુનાવણી બાદ સાધુ સંતો કોન્ફરન્સ રૂમની બહાર આવ્યા હતા. સોખડાથી વડોદરા લાવવામાં આવેલા ૧૭૯ સાધુ, સાધ્વીઓ અને હરિભક્તો પૈકી પ્રબોધ સ્વામી ગ્રુપના સાધ્વીઓને અમદાવાદના નિર્ણયનગર ખાતે અને અન્ય સાધુ હરિભક્તોને આણંદના બાકરોલ ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચાડવા કોર્ટે હુકમ કર્યો છે.


comments powered by Disqus