હોટલના કેશિયરનું ગળું કાપી રૂ. 23 લાખની લૂંટ

Tuesday 26th April 2022 16:26 EDT
 

સુરતઃ સુરત-ડુમસના રોડના મગદલ્લા સર્કલ સ્થિત લે-મેરિડીયન (ટીજીબી) હોટેલના બેંકમાં જઈ રહેલા કેશીયરને કામના બહાને બેઝમેન્ટ સ્ટોર રૂમમાં લઈ જઈ ગળું કાપી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. બાદમાં લાશને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી હોટેલની કચરા પેટીમાં ફેંકી દઈ રૂ. 23 લાખ લૂંટી લેતા ડુમસ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ-હત્યાનો પ્લાન ઘડનાર હોટેલના હાઉસ કિપિંગ મેનેજરની અટકાયત કરી રોકડા રૂ. 4.50 લાખ કબજે લઈ પૂછપરછ હાથ ધરી હતી.


comments powered by Disqus