જામનગરઃ ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. તેમણે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. બાદમાં અમિત શાહે સજોડે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજ નથવાણી, મુળુભાઇ બેરા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું.

