અમેરિકાની શાળામાં માર્યા ગયેલા બાળકોને સહાય

Tuesday 31st May 2022 16:25 EDT
 
 

ભાવનગરઃ અમેરિકાના ટેક્સાસની શાળામાં અંધાધુંધ ગોળીબારની ઘટના બનેલ.ટેક્સાસની એલિમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષિય યુવકે નિર્દયતાપૂર્વક ગોળીબાર કરીને 19 બાળક અને 2 શિક્ષકોની હત્યા કરી હતી.આ ઘટનામાં માર્યા ગયેલા બાળકો અને શિક્ષકો પ્રત્યે સંવેદના દર્શાવી મોરારીબાપુએ નેપાળનાં જનકપુર ખાતે ચાલી રહેલી રામકથામાં અપીલ કરી હતી. જેના પ્રતિસાદરૂપે રામકથાના અમેરિકા સ્થિત શ્રોતાઓ દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1 હજાર ડોલરની સહાય પહોંચાડવામાં આવી છે. આમ 21 હજાર ડોલરની સહાય મોકલાવાઇ છે.


comments powered by Disqus