આઈટીના દરોડામાં એશિયન ગ્રેનિટોના રૂ. 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા

Tuesday 31st May 2022 16:43 EDT
 
 

અમદાવાદઃ એશિયન ગ્રેનિટો પરના દરોડાના પાંચામા દિવસે અત્યાર સુધી 400કરોડના બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. 37 લોકરમાંથી 3 લોકરની તપાસમાં સવા કિલો સોનું અને 22 લાખ રોકડા તેમજ 20 પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા છે. જેમાં બેનામી રોકાણની શક્યતા છે. શેરના ભાવ સાથે ચેડાંનો સંકેત આપતા વ્યવહારો પણ મળ્યા છે. જ્યારે વધુ 50 લાખ રોકડા પકડાયા છે. ગ્રૂપે જમીનમાં કરેલા 100 કરોડના વ્યવહારો પકડાયા છે. આ ઉપરાંત અંદરો અંદર 500 કરોડના વ્યવહારો કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શેરના ભાવમાં ચેડાં માટે રચાયેલી કાર્ટેલ પરથી જાણવા મળ્યું છે કે, કેટલાક શેરબ્રોકર પણ તેમાં સંડોવાયેલા હતા.
એજીએલ કંપનીના સંકેત શાહ, રૂચિત શાહ અને દીપક શાહના ત્યાં પાડેલા દરોડામાં પ્રથમ દિવસે રૂ. ૧૦ કરોડની રોકડ, બીજા દિવસે રૂ. ૫ કરોડની અને ત્રીજા દિવસે પણ 5 કરોડની રોકડ મળી કુલ ૨૦ કરોડની રોકડ મળી આવી હતી. સોમવારે વધુ ૫૦ લાખની રોકડ મળતાં કુલ ૨૦.૫૦ કરોડની રોકડ ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરી છે.


comments powered by Disqus