અમદાવાદઃ કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી આઈએએસ અધિકારી કે. રાજેશના પિતરાઈ બહેનની સીબીઆઈ દ્વારા આંધ્રપ્રદેશના રાજમુંદ્રીમાં પૂછપરછ કરાઈ છે. સુરેન્દ્રનગરથી જે પણ શંકાસ્પદ વ્યવહારો થયા છે,તે કેસમાં આઈએએસ અધિકારીની પિતરાઈ તેની સહયોગી રહી છે. સીબીઆઈના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટથી કોઈ વ્યક્તિએ રૂ. 30 લાખ આંધ્રપ્રદેશ ટ્રાન્સફર કરેલા છે. આ કેસને અનુલક્ષીને મોરબીના એક વ્યક્તિની પણ પૂછપરછ કરાઈ છે. જે ભૂતપૂર્વ ધારાસભ્યને ભત્રીજો છે અને આઇએએસ અધિકારીનો નજીકનો સહયોગી પણ છે. સુરેન્દ્રનગરમાં કે. રાજેશના નીચે કામ કરી ચૂકેલા કર્મચારીઓની પણ સીબીઆઈ ટીમ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. જેમાં, લાંચના પૈસા, હથિયારોના પરવાના આપવા માટે લીધેલા પૈસા અંગે પૂછપરછ થઈ રહી છે.
સુરેન્દ્રનગરના મથુર સાકરિયાએ આઇએએસ કે. રાજેશ સામે અનેક ફરિયાદો કરેલી છે. જેથી, તેને ડર છે કે તેના જીવને ખતરો છે, તેથી તેણે રક્ષણની માગ સાથે મુખ્યમંત્રીની ઓફિસને અરજી કરેલી છે. સીબીઆઈ દ્વારા કે. રાજેશ સામેના જે લાંચ કેસની તપાસ થઈ રહી છે. તે કેસમાં આ વ્યક્તિ મુખ્ય સાક્ષી પણ છે.

