ખેડાના ગોબલજમાં ગેમ રમવા મુદ્દે સગીરે પિતરાઇને મોતને ઘાટ ઉતાર્યો

Tuesday 31st May 2022 16:38 EDT
 
 

નડિયાદ: મૂળ રાજસ્થાન બાંસવાડાના દામસાથ ડુંગરાકલા ગામના અને હાલ ખેડાના ગોબલજ સીમના પીક એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. પાસે રહેતા જીતમલ વાલહી પરિવાર સાથે રહે છે. તેમનો ૧૨ વર્ષીય દિકરો વિઝેશ તેના કાકાના ૧૬ વર્ષીય દિકરા સાથે પાણીપૂરી ખાવા જવાનું કહીં ઘરેથી નિકળ્યો હતો. દરમિયાન ફેક્ટરીના કૂવા પાસે બંન્ને પિતરાઇ ભાઇ મોબાઇલ પર ગેમ રમવા બેસી ગયા હતા. ગેમ રમવા બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પિતરાઇએ વિઝેશને પથ્થર મારતાં તે ત્યાંજ બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ કિશોરે વિઝેશના હાથ પગ તારથી બાંધી નજીકમાં કૂવામાં ફેકી દેતાં તેનું મૃત્યુ થયુ હતુ. બીજી તરફ બંને ભાઇ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી. તે સમયે 16વર્ષિય કિશોર મળી આવતા તેણે વિઝેશની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.


comments powered by Disqus