જૂનાગઢ: કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ગીર જંગલમાં સિંહોને નિહાળવા સાથે માલધારીઓ, ખેડૂતો, હોટલ માલીકો, સ્થાનિકો સાથે સિંહ, ગિરનું જંગલ અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. વનવિભાગના અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા, વન, પર્યાવરણ અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા. યાદવે જણાવ્યું હતું કે, ગિરનો વિકાસ વડાપ્રધાનના માર્ગદર્શનમાં સકારાત્મક વિચાર સાથે થઇ રહ્યો છે. ગિરને લઇને દેશભરમાં વિશિષ્ટ પરંપરા પ્રસ્થાપિત થઇ છે. અહીં એનજીઓ સેક્ટરમાં કામ કરનાર લોકો કેવી રીતે વન વિભાગ આપી શકે એ ખુબ મહત્વનું છે. વન અને પર્યાવરણ વિભાગ પ્રોજેક્ટ ટાઇગર, પ્રોજેક્ટ ડોલ્ફીન પ્રોજેક્ટ, એલીફ્રન્ટ, પ્રોજેક્ટ લાઇન માટે કામ કરી રહ્યું છે. ગીર કુદરતી સંવર્ધન માટે આંતરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. સિંહની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં માલધારી, હોટલ વ્યવસાયકારો, સીદ્દી સમાજ સૌને સાથે રાખીને ગીરનો વિકાસ વધુ સારી રીતે કરી શકાય એ પ્રકારે કામ કરશે.

