જખૌ દરિયાઈ વિસ્તારમાં ચરસના વધુ ચાર પેકેટ કબજે

Tuesday 31st May 2022 16:33 EDT
 
 

ભુજ: કચ્છના દરિયાઈ વિસ્તારમાં જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાં વધુ ચાર ચરસના પેકેટ મળી આવ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા છે જેના પગલે સીમા સુરક્ષા દળ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધી 1500થી વધુ પેકેટો, જુદી જુદી એજન્સીઓ દ્વારા કબજે કરવામાં આવ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે ભારતમાં ડ્રગ ઘૂસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. યુવાધનને બરબાદ કરાઈ રહ્યું છે તે પણ એક હકીકત છે.


comments powered by Disqus