જિલ્લા સહકારી બેંકના 5 પ્રકલ્પોનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણઃ ખાતમુહૂર્ત

Tuesday 31st May 2022 16:35 EDT
 
 

ગોધરા: ગોધરાના પોપટપુરા ખાતે અમિત શાહે પંચામૃત ડેરીના ઓકિસજન પ્લાન્ટ તથા પીડીસી બેંકના ભવન લોકાર્પણ અને તાડવામાં પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા ઉજ્જૈનમાં દૈનિક 5 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. પંચમહાલ ડેરી દ્વારા કરેલ આયોજનથી ડોમ પશુપાલક,ખેડૂત, સહકારી મંડળીના સભ્યો તથા લોકોથી ભરાઇ ગયો હતો. ડોમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 1.50 લાખ જેટલા લોકોની સભાને સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે, પંચમહાલમાં જ્યારે હું પ્રભારી હતો ત્યારની ડેરી કરતાં હાલની જેઠા ભરવાડની ડેરીનો વિકાસ દેખીને વાહ જેઠાલાલ વાહ, અધધ વિકાસ કરીને સિદ્ધિ હાસિલ કરી દીધી છે. તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જેઠા ભરવાડની પીઠ થપથપાવી હતી.
ભારત દેશને તોડવાનો પ્રયાસ કરનારા અનેક લોકોએ દેશની અંદર અનેક પ્રકારના ષડયંત્રો કર્યા, પરંતુ દેશભક્તિ, મહેનત અને ફરજ નિષ્ઠાને કારણે દેશની પોલીસે તેને નિષ્ફળ કર્યા છે. આ શબ્દો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય પોલીસ માટે ૩૪૭ કરોડના ખર્ચે ૯૨૫ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેના લોકાર્પણ પ્રસંગે અમિત શાહ ખેડા જિલ્લાના નડિયાદમાં આવ્યા હતા. હેલીપેડ ખાતે ૫૦ હજાર કરતા વધારે જનમેદનીને સંબોધતા તેઓએ દેશ અને રાજ્યની પોલીસના વખાણ કર્યા હતા. દેશના તમામ રાજ્યોની પોલીસને નારકોટિક્સ બ્યુરો સાથે સંકલન કરી નારકોટિક્સ પર સકંજો કસવામાં આવ્યો છે. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત પોલીસ કામગીરીમાં નં.૧ રહી હોવાનું જણાવી તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqus