પંજાબી સિંગર અને નેતા સિદ્વુ મૂસેવાલાની ગોળી મારી હત્યા

Wednesday 01st June 2022 10:22 EDT
 
 

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની મનસા જિલ્લામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ જ પંજાબ સરકાર મૂસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી હતી. આ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો પણ ઘવાયા હતા. આ હુમલો એવા સમયે કરાયો જ્યારે મૂસેવાલા અને તેમના બે મિત્ર પંજાબમાં તેમના ગામ માણસા જઇ રહ્યા હતા. મૂસેવાલાની એસયુવી પર ભારે ગોળીબાર કરાયો હતો. તેમને જ્યારે હોસ્પિટલે લઈ જવાયા ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. શુભદીપ સિંહ સિદ્ધુ એક પંજાબી ગાયક તરીકે સિદ્ધૂ મૂસેવાલાના નામે લોકપ્રિય હતા. તેમણે માણસાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. તેઓ આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલા સામે હારી ગયા હતા.
424 VIPની સુરક્ષા પાછી ખેંચાઈ
પંજાબની ભગવંત માન સરકારે 424 વીઆઈપી લોકોની સુરક્ષા પાછી ખેંચી હતી. જેમની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ તેમાં અનેક સેવાનિવૃત્ત અધિકારી અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ હતા. અગાઉ એપ્રિલમાં પણ પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને નેતાઓ સહિત 184 લોકોની સુરક્ષા પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિન્દર સિંહના દીકરા રણિન્દર સિંહ અને કોંગ્રેસ MLA પ્રતાપ સિંહ બાજવાની સુરક્ષા ગત મહિને જ પાછી ખેંચી લેવાઈ હતી.
સિદ્ધુ મૂસેવાલાની હત્યા તે વિક્કી મિદ્દુખેડાની હત્યાનો બદલો છે ?
દિલ્હી પોલીસને શંકા છે કે પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા તે વિક્રમજીત ઉર્ફે વિક્કી મિદ્દુખેડાની હત્યાનો બદલો હોઇ શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વિક્કીની હત્યામાં મૂસેવાલા અને તેનો મેનેજર એમ બંને સામેલ હતા.


comments powered by Disqus