માટી બચાવવા દરેક દેશને નક્કર પોલિસી બનાવવી જરૂરીઃ સદગુરૂ

Tuesday 31st May 2022 16:19 EDT
 
 

જામનગર: ભારતની સાથે વિશ્વભરમાં માટી બચાવ અભિયાન સાથે નીકળેલા સદગુરૂ જગ્ગી વાસુદેવ 27 દેશમાં 30 હકીમીનો બાઇક પર પ્રવાસ કરી ભારતમાં જામનગરના આંગણે પધાર્યા હતાં. આ પ્રસંગે તેમણે માટી બચાવવા અને ઓર્ગેનીક કન્ટેન્ટ વધારવા દરેક દેશે નક્કર પોલીસી બનાવવી જરૂરી હોવાનું જણાવ્યું હતું. ભારતની માટીમાં ઓર્ગેનીક તત્વનું પ્રમાણ 3 ટકામાંથી ઘટીને 0.68 ટકા થતાં ભાવિ પેઢીને યોગ્ય પ્રમાણમાં આરોગ્યવર્ધક ભોજન મળી રહે તે માટે તાકીદે પગલાં અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભારત સહિત વિશ્વમાં માટીની ફળદ્રુપતા ઘટી રહી છે અને વર્ષ-૨૦૪૫ સુધીમાં અન્નના ઉત્પાદનમાં 40 થી 50 ટકા ઘટાડાના કારણે આંતરિક યુધ્ધનું અનુમાન વૈજ્ઞાનિકો અને એજન્સીઓએ કર્યું હોય ગત તા.21માર્ચ-2022 થી કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવે સેવ સોઇલ એટલે કે માટી બચાવની ઝુંબેશ શરૂ કરી છે.


comments powered by Disqus