ભુજ: મુંદ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને ડીઆરઆઈએ તપાસ હાથ ધરતા તેમાંથી કોકેઈનનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. આયાત કન્સાઈનમેન્ટમાંથી બાવન કિલો કોકેઈન રીકવર કરવામાં આવ્યુ છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે.
ઈરાનથી આયાત કરવામાં આવતા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની ડીઆરઆઈને બાતમી મળી હતી. જ માદક દ્રવ્યોને અટકાવવા માટે, ડીઆરઆઈ દ્વારા ઓપ નમકીન શરૂ કરવામાં આવ્યું હતું અને એક કન્સાઈનમેન્ટ, જેમાં 25 એમટીના કુલ વજનવાળા સામાન્ય મીઠાની 1000 થેલીઓ મળી આવી હતી. જે ઈરાનાથી મુંદ્રા બંદર પર આયાત કરવામાં અવી હતી. સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું. જેમાં રહેલા દરેક જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ દરોડો પાડી માલ સામાનની આડમાં ઘૂસાડાયેલાં કોકેઈનને જપ્ત કર્યું છે. માર્કેટમાં કોકેઈનનો ભાવ પ્રતિ ગ્રામ ૩થી ૫ હજાર રૂપિયા વસૂલાય છે.આ મુદ્દામાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. બાતમીના આાધારે, 24 થી 26મી મે 2022 સુધી - આ માલસામાનની સતત ત્રણ દિવસ સુાધી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, કેટલીક બેગ શંકાસ્પદ હોવાનું જણાયું હતું, કારણ કે આ બેગમાં વિશિષ્ટ ગંધ ધરાવતો પાવડર સ્વરૂપનો પદાર્થ મળી આવ્યો હતો. તે શંકાસ્પદ થેલીઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારના ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના અિધકારીઓ દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમણે આ નમૂનાઓમાં કોકેઈનની હાજરીનો અહેવાલ આપ્યો હતો. ડીઆરઆઈ દ્વારા અત્યાર સુાધીમાં ૫૨ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે.

