મુખ્ય સચિવ પંકજ કુમાર અને પોલીસ વડા આશિષ ભાટિયાને 8 માસનું એક્સટેન્શન

Tuesday 31st May 2022 16:49 EDT
 
 

ગાંધીનગર: રાજ્યની વહીવટી પાંખનાવડા મુખ્ય સચિવ પંકજ કુમારને ગુજરાત સરકારે એક્સટેન્શન આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ પત્ર લખ્યો તેનો સ્વીકાર થઇ જતાં, હવે તેમનું એક્સટેન્શન મંજૂર કરતું જાહેરનામું કેન્દ્ર સરકાર બહાર પાડશે.
આ ઉપરાંત રાજ્યના પોલિસ વડા આશિષ ભાટિયાને કેન્દ્ર સરકારે આઠ મહિનાનું એક્સટેન્શન આપતું જાહેરનામું બહાર પાડ્યું છે. આમ આ બંને અધિકારીઓ હવે વિધાનસભાની ચૂંટણી, નવી સરકારની રચના અને આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટના આયોજન સુધી રહેશે. ગુજરાત સરકારમાં છેલ્લાં કેટલાંય સમયથી પંકજ કુમાર અને આશિષ ભાટિયાના એક્સટેન્શ મુદ્દે ઘણી ખેંચતાણ ચાલી હતી.
પંકજ કુમાર આ મંગળવારે જ વયનિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેમને એક્સટેન્શન મળી ગયું છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા મંગળવારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમને સ્થાને નવા ઉદ્યોગ સચિવ તરીકે હાલ કોઇ અધિકારીને ચાર્જ આપીને થોડા સમય બાદ ફૂલ ટાઇમ નિમણૂક કરાશે.


comments powered by Disqus