અમદાવાદઃ મનોજ અગ્રવાલના કમિશન કાંડથી ખરડાયેલા રાજકોટ પોલીસ કમિશનરનો હોદ્દો 84 દિવસ ચાર્જમાં ચાલ્યા બાદ આખરે સરકારે રાજકોટના નવા પોલીસ કમીશ્નર તરીકે નિર્વિવાદ, અનુભવી અને 1995ની બેચના આઈપીએસ રાજુ ભઆર્ગવની નિમણૂંક કરી છે. રાજકોટમાં ચાલી રહેલા કમશન કાંડ બાદ ભારે ચર્ચામાં આવ્યું હતું જેના કારણે સરકાર કોઈ સ્પષ્ટ સારી છબિ ધરાવનાર અધિકારીને મૂકવા ઇચ્છતી હતી. રાજુ ભાર્ગવની ખાલી પડેલી જગ્યા પર અધિક મહાનિર્દેશક ગાંધીનગરની જગ્યાનો વધારાનો હવાલો 1996ની બેચના આઇપીએસ ઓફિસર પ્રફુલ્લાકુમાર રૌશનને આપવામાં આવ્યો છે.
રાજુ ભાર્ગવ સરકારની ગુડબુકમાં છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. તેમને બીએસસી એમએ અનેએમબીએનો અભ્યાસ કરેલો છે. આશરે છેલ્લા સાત વર્ષ તેઓ સીઆરપીએફમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

