રાજકોટમાં મંત્રી રૈયાણી ભુવા બનીને ધૂણ્યા, સાંકળ ફટકારી!

Tuesday 31st May 2022 16:24 EDT
 
 

રાજકોટ: ગુજરાતની ભાજપ સરકારના રાજ્યકક્ષાના પ્રવાસન, વાહન વ્યવહાર મંત્રી અને રાજકોટ-ઈસ્ટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી રાજકોટ નજીકના ગુંદા ગામે કુળદેવી માતાજીના માંડવાના યોજાયેલા કાર્યક્રમમાં ભુવા તરીકે ધુણીને પોતાની જાતે લોખંડની સાંકળના કોરડાં પોતાના વાંસા પર ફટકારતા હોવાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે.
પાટીદાર અગ્રણી એવા 45 વર્ષના આ મંત્રીએ ગુંદા ગામમાં માતાજીના માંડવામાં માતાજીના ભજન સંગીત સાથે હાથમાં સાંકળ લઈને પોતાના વાંસા પર ફટકારતા હોવાનો અને કાર્યક્રમમાં રૂપિયાની નોટોનો વરસાદ થતો હોવાનો વિડીયો ભારે વાયરલ થયો હતો.
આ અંગે મંત્રીનો સંપર્ક સાધતા જણાવ્યું કે કોઈ જાહેર કાર્યક્રમ નહોતો પણ અમારા રૈયાણી પરિવારનો જ આ કાર્યક્રમ હતો, અને પોતે 15-16 વર્ષથી રાખડીબંધ ભુવા છે. ભુવા હોય તે પોતાના શરીરે કોરડાં મારે તેવી પરંપરા છે અને આ વર્ષો પુરાની પરંપરા જાળવી છે. પોતે અંધશ્રધ્ધામાં જરાય માનતા નથી અને કોઈ દાણા જોવાનું કામ કે દોરા-ધાગા કરતા નથી. એવી પણ ચર્ચા જાગી છે કે કેટલાક પોલીસ કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં જઈને રૂપિયા ઉડાડયા હતા.


comments powered by Disqus