વડાપ્રધાન મોદી ચીખલીમાં પાણીના એસ્ટોલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

Tuesday 31st May 2022 16:38 EDT
 
 

ગાંધીનગરઃ વડાપ્રધઆન નરેન્દ્ર મોદીનો 10મી જૂને દક્ષિમ ગુજરાતમાં ચીખલી તાલુકાના ખોડવેલ ગામે આવવાનો નવો કાર્યક્રમ ઘડાયો છે. આ કાર્યક્રમમાં ખાસ આદિવાસી વિસ્તારોને પીવાના પાણીના 850 કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટોલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આ કાર્યક્રમનું આયોજન થતાં સ્થાનિક વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડા પ્રધાન મોદી તેમની આ મુલાકાત દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાઓને દમણગંગાનું પાણી પીવા માટે મધુડેમમાંથી આપવા જે એસ્ટોસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે તેમાં 200 માળ ઊચે પાણી લિફ્ટ કરી ડુંગરાળ આદિવાસી વિસ્તારોને આપવા આયોજન થયું છે. તદુંપરાત દક્ષિણ ગુજરાતને લગતાં બીજા અનેક પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્તો તથા લોકાર્પણો આ તબક્કે વડા પ્રધાનના હસ્તે થશે. તેમ પણ જણાઈ રહ્યું છે.


comments powered by Disqus