વડોદરા: વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી જય શંકરનો પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદનો વન ટૂ વન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શનના કારણે સમગ્ર વિશ્વમાં રહેનારા ભારતીયોને સરળતાથી વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અને બિઝનેસ વિઝા મળી રહ્યા છે. આ કારણે આજે એન.આર.આઈ. અને ભારતના પાસપોર્ટનું વિશ્વસ્તરે સન્માન વધ્યું છે.
વડોદરાના વિવિધ ક્ષેત્રોમાં આવતા જાણીતા 250 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ડોક્ટર, એડવોકેટ, પ્રોફેસર્સ, વીસીસીઆઈ અને જીસીસીઆઈ, રિયલ એસ્ટેટ, ફાઈનાન્સ, બ્રોકર્સ, એજ્યુકેશન, એનજીઓ અને ટ્રસ્ટના અગ્રણીઓનો સમાવેશ થતો હતો. જે બુદ્ધિજીવી નાગરિકોએ વિદેશ મંત્રી જયશંકર સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો.
ભારતની સંતુલિત રાજનીતિ અને પરિપક્વ વલણ અન્ય દેશોની સરખામણીએ કંઈ રીતે દેશને લાભદાયી બન્યું છે તે બાબતે કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જય શંકરે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શનના કારણે સમગ્ર વિશ્વમાં રહેનારા ભારતીયોને સરળતાથી વર્ક પરમીટ, સ્ટુડન્ટ વિઝા અને બિઝનેસ વિઝા મળી રહ્યાં છે. આ કારણે આજે એન.આર.આઈ અને ભારતના પાસપોર્ટનું વિશ્વસ્તરે સન્માન વધ્યું છે.

