વિસ્તારા એરલાઇન્સ જુલાઇમાં સુરત-દિલ્હી ફલાઇટ શરૂ કરશે

Tuesday 31st May 2022 16:39 EDT
 
 

સુરતઃ એરલાઇન્સ વિસ્તારા જૂલાઈથી દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ ઓપરેટ કરશે. સૂત્રો પ્રમાણે, વિસ્તારાએ ટર્મિનલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા મોકલેલી પ્રપોઝલ મંજૂર કરાઈ છે. વિસ્તારાએ દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ ઓપરેટ કરવાની તૈયારી દેખાડી હતી. સેકેન્ડ ફેઝમાં બેંગ્લોર-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ શરૂ કરાશે. વિસ્તારા એ-320અને એ-321એરક્રાફ્ટ ઓપરેટ કરશે. જેમાં અનુક્રમે 150 અને 180 પેસેન્જરો અવર જવર કરી શકે છે. ​​​​​​ ઈન્ડિગો સિંગાપોરની ફ્લાઇટ શરૂ કરશે. દુબઇ અને સિંગાપોરની ફ્લાઇટ સુરત એરપોર્ટથી ઓપરેટ કરવા મામલે અમારી બેઠક પણ થઈ ગઈ છે. હાલ એરપોર્ટથી 42 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે જે કોરોના પહેલા 54 હતી.


comments powered by Disqus