હરામીનાળામાં સતત ત્રીજા દિવસે પાકિસ્તાની માછીમારો ઝડપાયા, પાંચ બોટ જપ્ત

Tuesday 31st May 2022 16:28 EDT
 

ભુજ: એક તરફ ગુજરાતના દરિયાકિનારે માછીમારીની સિઝન બંધ થવા જઈ રહી છે ત્યારે સામે પાર દુશ્મન દેશ પાકિસ્તાનના માછીમારો ભારતને જોડતી દલલદલવાળી સરહદે સતત માછીમારી કરીને બારતીય સીમાં ગૂસી આવતા હોવાનું ચેલ્લા તર્ણ દિવસથી સાબિત થઈ રહ્યું છે. લખપત તાલુકાના અંતરિયાળ હરામીનાળામાં શુક્રવારે સીમા સુરક્ષા દળના સઘન અભિયાન વચ્ચે માછીમારી જોવાઈ હતી અને પાકિસ્તાની માછીમારનો પીછો કરીને 3 રાઉન્ડ ફાયરિંગ કરીને તેને પકડવામાં આવ્યો હતો. દરમિયાન પાંચ માછીમારી બોટ પણ જપ્ત કરાઈ હતી.
હાલમાં હરામીનાળાા ક્ષૈતિજ ચેનલ વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો પકડાઈ રહ્યા છે. ત્યારે રાત દિવસ સર્ચ ઓપરેશન ચાલુ છે તેની વચ્ચે શુક્રવારે સવારે પણ વધુ એક માછીમારને પકડી લેવાયો છે.


comments powered by Disqus