ચાબહારથી કંડલા પોર્ટની શિપિંગ લાઇન ટૂંક સમયમાં શરૂ થશે

Tuesday 01st February 2022 11:24 EST
 
 

ગાંધીધામ: વર્ષ - ૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને શરૂ કરેલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ચાબહાર પોર્ટ’ ભલે અફઘાનિસ્તાનના તાલીબાની હાથોમાં જવાથી ડગમગી ગયો હતો, પરંતુ બાકીના બન્ને દેશ તેના વિકાસ માટે પ્રયત્નશીલ હોવાનો અંદેશો તાજેતરમાં સામે આવેલા નિર્ણયથી પ્રસ્થાપિત થાય છે. એક સમયે ડીપીટી, કંડલા જેમાં ભાગીદાર હતું તે ઈરાનના ચાબહાર પોર્ટ થી કંડલા સુધીની સીધી શીપીંગ લાઈનની શરૂઆત આગામી માસથી કરાશે.
ઈરાનના પોર્ટ્સ અને મેરીટાઈમ ઓર્ગનાઈઝેશનના આગેવાને જણાવ્યું કે ઈસ્લામીક રીપબ્લીક ઓફ ઈરાન શીપીંગ લાઈન્સના કન્ટેનરોને આ માર્ગને પૂર્ણ કરતા ૧૦થી ૧૫ દિવસ લાગશે. આ પ્રકારનું પ્રથમ કન્ટૅનર પ્લાનીંગ અનુસાર ફેબ્રુઆરી ૧૬ના ઈરાનના શાહીદ બહીસ્તીમાં પ્રવેશ કરશે. ભારત સરકાર આ ઉપક્રમમાં ભાડામાં છુટછાટ સહિતની સહાયતાઓ આપે તે સંભાવના પણ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. નોંધવુ રહ્યું કે સીધી કન્ટૅનર લાઈન શરૂ થતા કાર્ગોના આવાગમનમાં સરળતા રહેશે. કિંમત પરવડે તેમ હોવાથી અંતિમ યુઝર સુધી તેનો
લાભ મળશે.


comments powered by Disqus