ચારૂસેટ કેમ્પસના સ્થાપના દિનની ઉજવણી, ૧૩૦ અધ્યાપકોને રિસર્ચ પેપર એવોર્ડ

Tuesday 01st February 2022 11:11 EST
 
 

આણંદઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગાસ્થિત વિશ્વ-વિખ્યાત ચારૂસેટ કેમ્પસનો ૨૨મો સ્થાપના દિન ૨૮મી જાન્યુઆરીએ શુક્રવારે ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય મહેમાન તરીકે અમેરિકા સ્થિત વિખ્યાત ટેક્નોક્રેટ, અગ્રણી દાતા ડો. હરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સંશોધન કાર્ય કરનાર ૧૩૦ અધ્યાપકોને વિવિધ મહાનુભાવોના હસ્તે ‘રિસર્ચ પેપર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં પ્રમુખસ્થાને ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ તથા અતિથિ વિશેષપદે માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીન પટેલ અને ચારૂસેટ યુનિ.ના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના માનદમંત્રી ડો. એમ.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં કેળવણી મંડળના વાઈસ પ્રેસીડેન્ટ સી. એ.પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી મધુ પટેલ, આર વી પટેલ, વી.એમ.પટેલ, ઇન્ટરનલ ઓડિટર બિપિન પટેલ, સી. એસ. પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચારૂસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સ્વાગત પ્રવચન કરી ચારુસેટ કેમ્પસની સ્થાપના વિષે વિગતવાર માહિતી આપી હતી.
અમેરિકા સ્થિત વિખ્યાત ટેક્નોક્રેટ, અગ્રણી દાતા ડો. હરીશ પટેલે પ્રવચન આપતા જણાવ્યુ હતું કે, ચારૂસેટ કેમ્પસની શરૂઆત થી તેની વિકાસયાત્રામાં સહભાગી થવાની તક મળી છે તે અમારા પરિવારનું સદભાગ્ય છે. કેળવણી મંડળની સ્થાપનાથી અમારા પરિવારના મણિકાકા ટોપાવાળા સહિયારી શિક્ષણ અને સ્વાસ્થ્ય યાત્રામાં જોડાયા હતા. ભારતમાં ચારુસેટે ૨૫ વર્ષમાં મારી કંપનીના વિકાસમાં સતત સહયોગ આપ્યો છે. ચારુસેટ હમેશા વિકાસ અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સુરેન્દ્ર પટેલના હસ્તે ડૉ. હરીશ પટેલને મોમેન્ટો અર્પણ કરાયો હતો.


comments powered by Disqus