ઝઘડિયા: સેવા રૂરલ સંસ્થા ડો. લતાબેન દેસાઈના વડપણમાં હાલ ૨૦૦ બેડની કસ્તુરબા હોસ્પિટલ ૧૫૦૦ ગામોના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવા રાહત દરે કે નિઃશુલ્ક આપી રહી છે. સગર્ભા મહિલાઓ, નેત્ર રક્ષા, વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિક કેન્દ્ર, અંધજન પુનઃવસન કાર્યક્રમ સહિતની પ્રવૃતિઓમાં ૩૦૦ વ્યક્તિનો સ્ટાફ નિરંતર ફરજ બજાવી રહ્યો છે. પદ્મશ્રી ડો. લતાબેન ગૌરવ સાથે કહી રહ્યાં છે કે , આ એવોર્ડ મને નથી મળ્યો. મારા જીવન સાથી, અન્ય કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા તમામ લોકોને ફાળે જાય છે. હું તો માત્ર નિમિત્ત છું. ૪૦ વર્ષથી ઝઘડિયામાં સેવા રૂરલ સાંસ્થા થકી આદિવાસી અને ગરીબ હજારો લોકોના જીવન બચાવનાર અને બદલાવ લાવનાર સંસ્થાના સ્થાપક ડો. લતાબેને કહ્યું, કે, પદ્મશ્રી એ લોકોએ ભગવાનને કરેલી મુક પ્રાર્થનાનો પુરસ્કાર છે.

