પરિણીત પ્રેમિકાને પામવા ૧૭ વર્ષના સગીરે ઘર છોડ્યું!

Tuesday 01st February 2022 11:26 EST
 

સિદ્ધપુરઃ સિદ્ધપુર પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ કિસ્સામાં પોલીસને આખાબનાવનો તાગ મેળવવામાં સફળતા પણ મળી છે. વિશ્વસનીય પોલીસ સૂત્રોથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તાજેતરમાં પંથકના એક ગામનો એક ૧૭ વર્ષીય સગીર ઘરેથી જતો રહેતાં તેના પિતાએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તુરંત એક્શન લેતાં કિશોરના મોબાઈલને ટ્રેસ અને ટેકનીકલ સર્વેલન્સમાં મૂક્યો હતો.
આ ઉપરાંત તેના ફોટા અને વિગતો પણ સોશિયલ મીડિયા મારફતે પ્રસારિત કરાયા હતા. જે બાદ પોલીસને ગુમ થયેલા કિશોર તેલાંગણામાં હોવાની વિગતો મળતાં પોલીસની ટીમ તેલાંગાણા જતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
કેમ કે ગુમ થયેલો ૧૭ વર્ષનો કિશોર તેલાંગાણાની એક પરિણીત અને બે બાળકોની માતા એવી મહિલાના પ્રેમમાં પડ્યો હતો. તેની પાસે રહેવા માટે આવી ગયો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તેલાંગાણામાં કિશોરની સમજાવટ હાથ ધરી હતી અને તેને પરત સિદ્ધપુર લાવી તેના પિતાને સોંપ્યો હતો.


comments powered by Disqus