બે ફ્લાઈટ અથડાતા બચી, મામલો દબાવવા પ્રયાસ

Tuesday 01st February 2022 11:15 EST
 

સુરત: સુરત એરપોર્ટ ઓથોરિટીમાં ચાલતી લાલિયાવાડીને કારણે થોડા દિવસ પહેલાં બે વિમાન આકાશમાં અથડાવાની શક્યતા ઉભી થઇ હતી. જોકે આ મામલો દબાવી દેવાયો હતો.
સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર અને એરપોર્ટ ડાયરેક્ટર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેના લીધે રન વે પર વાહન હોવા છતાં ફ્લાઇટને ઉતારવાની મંજૂરી આપી દેવાઇ હતી. જોકે પાયલટની સમયસૂચકતાને કારણે ફ્લાઇટ રન વે પર ઉતર્યુ નહોતું. રન વે પર વાહન હોવાની જાણ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલરને કરી હતી. આ બનાવમાં હજુ પણ જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તપાસ ચાલી રહી હોવાની વિગતો જાણવા મળી છે. તે અરસામાં જ વધુ એક મોટો બનાવ બનતા રહી ગયો હોવાનું બહાર આવ્યું છે. કારણ કે સુરત એરપોર્ટ પર ૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે બે વિમાન સામ સામે આવી ગયા હતા.
સદનસીબે અને પાયલટની સમયસૂચકતાોથી કારણે આકાશમાં બે ફ્લાઇટ અથડાતી રહી ગઇ હતી. જોકે આ ગંભીર બનાવની જાણ સુરત એરપોર્ટના જવાબદારોને થઇ હોવા છતાં સમગ્ર મામલો
દબાવી દેવાયો હતો. પરંતુ આરટીઆઇમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.


comments powered by Disqus