વડોદરાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોવિડ-૧૯ ને ધ્યાને લેતા નાઇટ કર્ફ્યુના જાહેરનામાનાના અમલીકરણ માટે માનવીય અભીગમ દર્શાવવાની પણ ટકોર કરી હતી, છતાં વલસાડ પોલીસે લગ્ન પતાવીને રાત્રે ઘરે આવી રહેલા દુલ્હા દુલ્હન સહિત ૯ પરિવારજનોને પકડી પોલીસ સ્ટેશનમાં લાવીને મૂકી દીધાં હતા.જેને લઇ નવદંપતિને લગ્ની પ્રથમ રાત પોલીસ મથકે જ ગુજારવાનો વારો આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી.વલસાડ તરિયાવાડમાં પાલિકાના માજી પ્રમુખ રાજૂભાઇના ભાઇના પુત્રના લગ્ન લેવાયા હતા. પોલીસે નવદંપતિ સહિત પરિવારજનોને પોલીસ મથકે મોડી રાતે લઇ જઇને ગુનો દાખલ કરી એક કેબિનમાં અઢી કલાક સુધી બેસાડી રાખ્યા બાદ છોડ્યા હતા.આ ઘટના સોશિયલ મીડીયામાં વાયરલ થઇ હતી.

