વાંસદાઃ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. પ્રજાસત્તાક દિને બપોરે ૧૨.૪૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકાના વણારસી ગામ પાસે ૨૦.૭૬ લેટિટયુડ અને ૭૩.૩૩ લોંગીટયુડ પર એપી સેન્ટર હોવાનું સરકારી વેબસાઈટના માધ્યમે જાણવા મળ્યું હતું. આ ભૂકંપમાં વાંસદા, રાણી ફળીયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળીયા, લીમઝર જેવા ગામોમાં ઝાટકાનો અનુભવ થયો હતો. ભૂકંપની ડેપ્થ ૯ કિલોમીટર અને તીવ્રતા ૩.૨ નોંધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપના આંચકાની તીવ્રતા વધતી જઈ રહી હોવાનું ડેટા દ્વારા જણાય રહ્યું છે. વારંવાર આવતાં ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
