મહેસાણાઃ માણસા તાલુકાના વિહાર ગામની સીમમાં આવેલા વિહારીયા હનુમાનજી મંદિરની બાજુ પુરાતન વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી સંશોધનનું કામ હાથ ધરાયું છે. તાજેતરમાં થયેલા ખોદકામમાં નાની-મોટી મૂર્તિઓના અવશેષો સાથે માટીના વાસણોના ટુકડા મળી આવ્યા છે.
પ્રાથમિક ધોરણે આ ઐતિહાસિક બાંધકામ મંદિરનું હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. ઇંટો અને માટીના ચણતરવાળા આ સ્ટ્રક્ચરની એક બાજુ પોલાણવાળો ભાગ મળી આવ્યો છે. જોકે, તેની અંદરના ભાગે શું છે તે ખોદકામનું કામ પૂર્ણ થયા બાદ જાણી શકાશે.
