સુરત: સુરત ડાયમંડ બુર્સના કબજામાં જે ઓફિસો હતી તેના માટે હરાજી યોજવામાં આવી હતી. ઓફિસોની જે મૂળ કિંમત હતી તેના કરતાં ૪ ગણી બોલી હીરા ઉદ્યોગકારો દ્વારા લગાવવામાં આવી હતી. ચપોચપ ઓફિસોનું વેચાણ થઈ ગયું હતું.
ખજોદ ડ્રિમ સીટી ખાતે નવનિર્મિત સુરત ડાયમંડ બુર્સ હવે ટૂંક સમયમાં શરૂ કરવા માટેની તૈયારીઓ બુર્સ કમિટિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં જે એક્સ્ટ્રા ઓફિસો છે તેની હરાજી શુક્રવારના રોજ યોજવામાં આવી હતી. ૧૬માં માળ પર ૨૯ ઓફિસની હરાજી કરવામાં આવી હતી. આ ૨૯ ઓફિસો માટે ૫૦ મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા ૩૦-૩૦ લાખ રૂપિયા ડિપોઝિટ ભરીને ભાગ લીધો હતો. સુરત ડાયમંડ બુર્સમાં ૪૨૦૦ ઓફિસ છે. જ્યારે ડાયમંડ બુર્સની સ્થાપના થઈ ત્યારે એક સ્કેવેર ફૂટનો ભાવ ૮૦૦૦ રૂપિયાની આસપાસ હતો. પરંતુ અત્યારે જે હરાજી યોજાઈ હતી તેમાં મૂળ કિંમત કરતાં ચાર ગણી બોલી હીરા ઉદ્યોગપતિઓ દ્વારા લગાવવામાં આવી હતી. હરાજીમાં ઉદ્યોગપતિઓ દ્વારા એક ૧૮૦૦૦થી લઈને ૩૦૮૦૦ રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવી હતી. એટલે કે મૂળ કિંમત કરતા ચાર ગણી બોલી લાગી હતી. ડાયમંડ બુર્સના ઈતિહાસમાં અત્યાર સૌથી વધારે ભાવ આવ્યો હતો. મુંબઈ-સુરતના ૫૦ હીરા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો
અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ
સુરત ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવી કહે છે કે, ‘સુરત ડાયમંડ બુર્સની ઓફિસોનો અત્યાર સુધીનો સૌથી વધારે ભાવમાં વેચાણ થયું છે. ૨૭૫૦૦ સુધીની બોલી લાગી છે. જેને જીએસટી સાથે ૩૦૮૦૦ રૂપિયા થાય છે. ૧૪માં માળમાં પણ થોડી ઓફિસો છે. તેની હરાજી થોડાં દિવસો પછી કરવામાં આવશે.

