અંબાજી: યાત્રાધામ અંબાજી મંદિર કોરોનાની બીજી લહેરમાં 22 દિવસ અગાઉ ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. જે દરમિયાન ત્રણ વખત ભંડારાની આવકની ગણત્રી કરવામાં આવી હતી. જેની આવક રૂપિયા 2 કરોડથી વધુ થવા પામી છે.
બનાસકાંઠામાં કોરોના સંક્રમણના કારણે યાત્રાધામ અંબાજી મંદિર દર્શનાર્થે બંધ રાખવામાં આવ્યું હતુ. જોકે, સંક્રમણ ઘટતાં તારીખ 2 ફેબ્રુઆરી થી સરકારની એસઓપી અને કોરોનાનું સંક્રમણ ન વધે તેવી રીતે મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લુ મુકાયુ હતુ. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, 2 ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિરની ભંડારા ની આવક ની ગણતરી ત્રણ વખત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ભંડારો 8 ફેબ્રુઆરી રૂ.22,13,675, 17 ફેબ્રુઆરીએ ગણવામાં આવ્યો તેમાં રૂ. 50,97,230 જયારે 23 ફેબ્રુઆરી હાથ ધરાયેલી ભંડારાની ગણતરીમાં રૂ. 27,60,965ની ગણતરી થવા પામી છે. આમ 1 ફેબ્રુઆરી થી આજ દિન સુધી કુલ 22 દિવસ માં શક્તિપીઠ અંબાજી મંદિર ના ભંડારાની આવક 1,00,71,870
( એક કરોડ ઈકોતેર હજાર આઠસો ત્રીસ)ની માત્ર છુટક દાનની આવક ભંડાર માં થઇ છે.જે ગત સમય માં 20 થી 25 લાખ ની સરેરાશ હતી.
રાજ્યના અન્ય યાત્રાધામ કરતાં સૌથી વધુ દાન મળ્યું
આ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારી સવજીભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, રાજ્યના અન્ય મોટા મંદિરોની 22 દિવસમાં આવકના લેખ જોખા જોઈએ તો સોમનાથ મંદિરે મહીને 60 લાખ , ડાકોરમાં 22 દિવસ માં 66 લાખ, ભદ્રકાળી મંદિર 2.5 લાખ, ઇસ્કોન મંદિર 1.5 લાખ,વડતાલ મંદિર 52 લાખ, સાળંગપુરના હનુમાનજી મંદિર 55 લાખ, જયારે શક્તિપીઠ અંબાજી મંદિર માં 22 દિવસ માં 1,00,71,830ની આવક જોતા રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ કોરોના કાળમાં પણ અગ્રસેર રહ્યું છે.

