કોરોનામાં 1 મહિનો આઈસીયુમાં, 75 ટકા ફેફસાં ડેમેજ છતાં 3200 કિમીની નર્મદા પરિક્રમા કરી

Tuesday 01st March 2022 12:26 EST
 
 

સુરત: સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપીનભાઈ  દેસાઈની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ 2020માં 7 મી ડિસેમ્બરના રોજ કોવિડ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના ફેફસા 75 ટકા ડેમેજ થઈ જવાથી 1 મહિનો અને 2 દિવસ આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી. આ સમયમાં ચારે તરફ મૃતદેહો પડ્યા જોયા હતા, ત્યારે જ મનમાં દૃઢ નિશ્ચિય કર્યો હતો. હું સાજો થઈશ તો, પહેલા નર્મદા પરિક્રમા કરવા જઈશ. આ દ્રઢ સંકલ્પ અડગ રહ્યો હતો. 9 મી જાન્યુઆરી 2021 ના રોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમા રજા લીધા પછી 2 મહિના સતત ઓક્સિજનની જરૂર પડી હતી. ત્યારબાદ 7 મહિના થોડો શ્રમ કરતાં જ ઓક્સિજનની જરૂર પડતી હતી. આ સમય બાદ થોડા સ્વસ્થ્ય થયાં હતા. જોકે, બિપીનભાઈને સુગર, બ્લડ પ્રેસર અને ફેફસા ડેમેજ હોવાથી ડોક્ટેર માત્ર વધુમાં વધુ 5-10 ડગલા માંડવા સૂચન કર્યું હતું. પરંતુ બિપીનભાઈએ હિંમત રાખી ઓક્સિજન સાથે નર્મદા પરિક્રમા કરવાની અનુમતિ માટે નારેશ્વર ગુરુદેવના દર્શન ગયા હતા. ત્યાંથી પરત ફરીને ‘નર્મદે હર’નું સ્મરણ કરીને તા. 15 મી ઓક્ટોબર 2021ના રોજ નર્મદાની પરિક્રમાની યાત્રા શરૂ કરી હતી. તે સમયે બિપીનભાઈનુ વજન ૧૦૬ કિલો હતું.


comments powered by Disqus