યુદ્ધની કેમિકલ સેક્ટર પર માઠી અસર, યુરોપમાં નિકાસકારોનું શિડયૂલ ખોરવાયું

Tuesday 01st March 2022 12:30 EST
 
 

અમદાવાદઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને પગલે સર્જાયેલી તંગદિલીભરી પરિસ્થિતિને કારણે કેમિકલ ઉદ્યોગોની નિકાસને અસર થઈ છે અને યુરોપના દેશોમાં નિકાસકારોના શિડયૂલ અટવાઈ ગયા છે તેમજ બે-ત્રણ મહિનાનું એડવાન્સ પ્લાનિંગ ખોરવાઈ ગયું છે. બે દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડના ભાવ ભડકે બળવાને કારણે ક્રૂડમાંથી બનતા સોલવન્ટ, ઝાટલીન, બેન્ઝીન, પેરાઝાયલીન વગેરે નેચરલ કેમિકલના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે. હાલની તંગદિલી અને અનિિૃતતાભરી પરિસ્થિતિમાં નિકાસકારો ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યા છે. આગામી દિવસોમાં કેમિકલ, ડાઈઝ, ઈન્ટરમિડીયેટ વગેરેના ભાવમાં વધારો થવાની શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલમાં સંભવિત ભાવવધારો ‘તોળાઈ’ રહ્યો છે અને તેના કારણે માલસામાન અને ચીજવસ્તુઓની હેરફેરના દર, ફ્રેઈટ રેટમાં વધારો થવાની શક્યતા છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા રશિયા પર પ્રતિબંધો લાદવાના શરૂ કરાતાં ભારતમાંથી થતી નિકાસને પણ ભારે અસર થઇ રહી છે. વડોદરા રિજિયનમાં ફાર્મા, કેમિકલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનું રૂ. ૧૦૦૦થી ૧૫૦૦ કરોડની નિકાસ અટવાઇ પડી છે. વડદોરા રિજિયનમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, ખેડા, નર્મદા, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. 


comments powered by Disqus