આણંદઃ આણંદ જિલ્લાના સોખડા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય વહીવટ અને સત્તાના સૂત્રો કબજે કરવા માટે બે સંતો વચ્ચે ચાલતો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આમાંય સ્વામી ત્યાગ વલ્લભદાસજીએ વિરોધી દળના હરિભક્તોને ઘુવડ કહેતા આ વિવાદ વકર્યો છે. સોખડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી થોડા સમય અગાઉ બ્રહ્મલીન થયા છે. એ પછી આ સંપ્રદાયનો વહીવટ અને સત્તાના સૂત્રો કબજે કરવા માટે સ્વામી ત્યાગ વલ્લભદાસ અને પ્રબોધ સ્વામી પછી હોડ જામી છે. તાજેતરમાં સ્વામી ત્યાગ વલ્લભદાસે પ્રબોધ સ્વામીના ટેકેદાર હરિભક્તોને ઘુવડનું સંબોધન કર્યું હતું. જેના પગલે સંતોના બે જૂથ અને તેમના સમર્થકો વચ્ચે ચાલતો વિવાદ વકર્યો છે. રવિવારે આણંદ
ખાતે પ્રબોધ સ્વામીના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટયા હતા.

