સુરતના બહુમાળીમાં આગ: ૨૨ વિદ્યાર્થિનીને બચાવી લેવાઈ

Tuesday 01st March 2022 12:28 EST
 
 

સુરતઃ સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા ડિવાઈન સેન્ટરના ત્રીજા માળે લાઈબ્રેરી છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે. ત્યારે બુધવારે સાંજે બેઝમેન્ટ આગ લાગી હતી જેમાં ત્રીજા માળ સુધી આગ પહોંચી જતાં લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જે અંગે કોલ મળતાં ફાયરબ્રિગેડ દોડતું થઈ ગયું હતું અને સાત ફાયર સ્ટેશનની ૧૬ ગાડી, ૭૦ અને ૫૫ મીટરની ઊંચાઈને બે હાયડ્રોલિક પ્લેટફોર્મ્સ, ૫૪ મીટરની ઊંચાઈ ધરાવતું ટર્ન બેટલર લેડર જેવા અત્યાધુનિક સાધનો અને ચીફ ફાયર ઓફિસર સહિત ૧૨ અધિકારી અને ૭૦થી ૮૦ જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. 


comments powered by Disqus