હાસ્ય - જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 02nd March 2022 06:53 EST
 
 

જિગોઃ હું લગ્ન કરવા માગું છું?
ભૂરોઃ મારી દૃષ્ટિએ તું હજુ એટલો બુદ્ધિશાળી નથી થયો કે તારે લગ્ન કરવા જોઈએ.
જિગોઃ તો હું બુદ્ધિશાળી ક્યારે બનીશ?
ભૂરોઃ જ્યારે તારા મગજમાંથી લગ્ન કરવાની ધૂન સમાપ્ત થઈ જશે ત્યારે!
•••
ચંપાઃ હું એક એવા આદર્શ માણસ સાથે લગ્ન કરવા માંગું છું જે સારા ગીતો ગાય, સારી વાતો કરે, વ્યસનોથી દૂર હોય અને જેને રસોઈ બનાવતા પણ આવડતું હોય.
લીલીઃ મને લાગે છે કે તારે આદર્શ પતિની નહીં સારા રોબોટની જરૂર છે.
•••
ભૂરોઃ મારો કૂતરો ખૂબ જ વફાદાર છે. રોજ સવારે છાપું લાવીને મને આપી જાય છે.
જિગોઃ આમાં વફાદારીની વાત ક્યાં આવી?
ભૂરોઃ છાપું આપણે ક્યાં મંગાવીએ છીએ, એ તો આજુબાજુવાળાના ઘરેથી લઈને આવે છે.
•••
રમેશે આનંદને કહ્યુંઃ યાર ટપુ! આખરે અમારી મનોકામના પૂર્ણ થઈ. મારા અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન થઈ રહ્યા છે.
ટપુએ તેને ભેટીને કહ્યું, ‘અભિનંદન દોસ્ત! કઈ તારીખે રાખ્યા છે લગ્ન!’
રમેશ બોલ્યો, મારા 20મી જૂને અને એના 17મી જુલાઈએ...
•••
યમરાજા બોલ્યાઃ હે સુંદરી, હું તારા પ્રાણ લેવા આવ્યો છું.
સુંદરીઃ તમે ખોટા સરનામે આવી ગયા છો.
યમરાજા ક્રોધથીઃ તું જૂઠ્ઠું બોલે છે?
સુંદરીઃ જરાય નહીં, હું તો પિયર આવી છું. મારા પ્રાણ બે ગલી છોડીને ત્રીજા ઘરમાં રહે છે.
•••
પિતાએ પિન્કીને કહ્યુંઃ બેટા, તું હવે મોટી થઈ ગઈ છે.
પિન્કીઃ હા પપ્પા.
પપ્પાઃ તો તારા લગ્ન કરાવી દઈએ.
પિન્કીઃ જેવી તમારી ઈચ્છા પપ્પા.
પપ્પા ખુશ થઈનેઃ જરા કહે તો તારે કેવો છોકરો જોઈએ?
પિન્કી શરમાઈને બોલીઃ પિન્ક કલરનો જોઈએ છે.
•••
સમતોલ આહારના એક સેમિનારમાં મંગુબેન ગયા. એક સ્ટોલ કઠોળનો હતો.
ગંગુબહેને સ્ટોલ પર જઈને પૂછ્યુંઃ કઠોળના શું ફાયદા હોય?
સ્ટોલ પરથી કોઈ જવાબ મળે એ પહેલાં મંગુબેનના પતિ બોલ્યા, ‘એને સમારવું ન પડે.’


comments powered by Disqus