અમદાવાદઃ દેશવિરોધી ચાલતી પ્રવૃત્તિ પર નજર રાખતી ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા ગુજરાત સહિત 6 રાજ્યોમાં ISIS મોડ્યુલ કેસને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસએ એનઆઈએની ટીમે દરોડા પાડીને હાલ પાંચ જણાંની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ગુજરાતે એટીએસના અધિકારીઓ એનઆઈએના દરોડામાં સાથે હોવા બાબતે મૌન સેવી રહ્યા છે.
દેશવિરોધી પ્રવૃત્તિ કરવાની શંકાના આધારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અને એટીએસ દ્વારા અમદાવાદના શાહપુર, સુરત, નવસારી અને ભરૂચમાં કેટલાક શકમંદોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં દેશ વિરોધી પ્રવૃત્તિ અંગેના કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. એનઆઈએ દ્વારા અટકાયત કરેલા ત્રણ શખ્સોની પછપરછ કરવામાં આવી છે. આ ત્રણેય શખસો દેશ વરોધી કૃત્ય તેમજ જેહાદ કૃત્ય કરવામાં સામેલ હોવાની શંકા છે. એનઆઈએ કેટલાક દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્ત્વોનું સર્વેલન્સ કર રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન વગેરે બાબતોમાં આધારે ગુજરાતના ત્રણ લોકોને સસ્પેક્ટ ગણવામાં આવ્યા હતા. જેઓ દેશવિરોધી કૃત્ય માટે સક્રિય હતા. અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચની કેટલીક શકમંદ જગ્યા પર રેડ કરાઇ છે.

