બેંગલુરુઃ ૨૦૨૩માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 150 સીટો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યાના એક મહિના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ફરીથી રાજ્યની મુલાકાતે આવવાના છે. તેમની પર રાજ્યના કેબિનટનું વિસ્તરણ કરવાની કે તેમાં ફેરફારનું દબાણ છે તે જોતાં આ વખતે તેઓ રાજ્યની નેતાગિરીમાં ફેરફાર કરે તેવી શક્યતા છે.

