અયોધ્યા: ધાર્મિક સ્થળે વાંધાજનક પોસ્ટર, માંસ અને ફાટેલું ધાર્મિક પુસ્તક ફેંકીને કોમી તોફાનો કરાવવાના આરોપ હેઠળ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. ઘટનામાં સામેલ ચાર લોકોની શોધ કરવામાં આવી રહી છે.
મુખ્ય આરોપી મહેશ મિશ્રા હિન્દુ યોદ્ધા સંગઠનનો પ્રમુખ છે. તેણે પોતાના 10 સાથી સાથે મળીને બે મસ્જિદ અને એક સ્થળે રોડ પર વાંધાજનક સામગ્રી ફેંકીને કોમી રમખાણો કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓની સમગ્ર હરકતો મસ્જિદો અને શહેરમાં વિવિધ સ્થળે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
પોલીસે 24 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી પાડીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દિલ્હીમાં થયેલી ઘટનાને કારણે નારાજ હતા.
