ઉ. પ્રદેશમાં 54 હજાર લાઉડ સ્પીકર ઉતારાયા, 60 હજારનું વોલ્યૂમ ડાઉન થયું

Tuesday 03rd May 2022 16:11 EDT
 
 

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકર દૂર કરવાને મુદ્દે જોરસેરથી અભિાયન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશ પોસીના જણાવ્યા મુબ ધાર્મિક સ્થાનો પરથી અત્યારસુધીમાં 53,942 લાઉડસ્પીકર દૂરકરવામાં આવ્યા છે. 60,200થી વધુ લાઉડસ્પીકરનો અવાજ પણ ઓછો કરવામાં આવ્યો છે. પોલસીના જણાવ્યા મુજબ અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ મુજબ આ અભિયાન ચાલી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ બરેલી ઝોનમાંથી 16682 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. તો 17204 લાઉડ સ્પીકરનો અવા ઘટાડવામાં આવ્યો છે.  વારાણસી કમિશનરના તાબા હેઠળ વિસ્તારમાંથી 230 લાઉડસ્પીકરનો અવાજ ઘટાડાયો છે. ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં ધાર્મિક સ્થાનેથી ગેરકાયદે લાઉડસ્પીકર દૂરકરવા આદેશ આપ્યા હતા.


comments powered by Disqus