એક વરરાજા, બે વહુઓ!: એક જ લગ્નમંડપમાં યુવકના બે યુવતી સાથે લગ્ન

Tuesday 03rd May 2022 15:57 EDT
 
 

વાપીઃ કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9મી મે ના રોજ એક અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે એની ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લગ્નપત્રિકા મુજબ કપરાડાના નાનાપોંઢામાં વરરાજા એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. એક જ લગ્નમંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની મીટ મંડાઇ છે.
નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10થી વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે. વર્ષોથી આદિવાસી સમાજમાં યુવક-યુવતીઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે, પરંતુ કપરાડાના નાનાપોંઢામાં 9 મેએ અનોખા લગ્ન થવા જઇ રહ્યા છે, જેમાં એક લગ્ન મંડપમાં વરરાજા એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે. બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને મહિલા સાથે લગ્ન કરશે.


comments powered by Disqus