ખેડા જિલ્લામાં વિવિધ ૭૫ સહકારી મંડળીઓ ફડચામાં

Tuesday 03rd May 2022 16:00 EDT
 

નડિયાદઃ ખેડા જિલ્લામાં ક્રેડિટ સોસાયટી, દૂધ મંડળી, મજૂર મંડળી, સેવા સહકારી મંડળી, તમાકુ મંડળી સહિત 1,202 સહકારી મંડળી પૈકી સૌથી વધુ 638 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે. ક્રેડિટ સોસાયટીઓ 105, તેલીબિયા મંડળી 17, ધિરાણ-ગ્રાહક મંડળી 93 અને તમાકુ ઉત્પાદક મંડળી 12, કૃષિ ઉત્પાદક સહકારી મડળી સહિતની મંડળીનો સમાવેશ થાય છે. જિલ્લાની 1202 સહકારી મંડળીઓમાં ચૂંટાયેલ કે સર્વાનુમતે થયેલ વરણીના હોદ્દેદારો દ્વારા પ્રજા અને કેડૂતના હિતમાં હવીવટી કાર્ય કરવામાં આવે છે. વર્ષ 2004 થી 2022 સુધીમાં ઉપરોક્ત સહકારી મડળી પૈકી 75 જેટલી મડળીના હોદ્દેદારોની અણઆવડત, ગેરરીતિ, ઉચાપત, ધિરામ વસુલ સહિત અન્ય કામગીરી નબળીના કારણે ફડચામાં ધકેલાઈ ગઈ છે.


comments powered by Disqus