ગુજરાતમાં વૈશાખે અષાઢી માહોલઃ સૌરાષ્ટ્રમાં કરાં, પાટણમાં વાવાઝોડું

Tuesday 03rd May 2022 15:25 EDT
 
 

અમદાવાદઃ અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, અને રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભરઉનાળે બારે મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા અને ભાવરડીમાં કરા પડ્યા હતા. વરસાદના કારણે ઉનાળું પાક ડુંગળી, બાજરી, તલને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીનો પાક ખરી ગયો છે. તો બીજી તરફ પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો.
ઉનાળાના ધોમધખતા તાપમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખાંભા ગાર પંથકના ગામડાઓમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદથી ગરમીાં રાહતનો અહેસાસ થયો હતો. પણ કેરીના પાકને વ્યાપકપણે નુકસાન જતા જગતના તાત ચિંતાતુર બની ગયા હતા.
પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. પાટણના ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા. સેડ ઉડવાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જોકે, સદનસીબે આજુ બાજુ કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી.


comments powered by Disqus