ધનસુરા: ધનસુરાના ચોગમડાકંપાના અને હાલ આનંદધામ રેસીડેન્સી પચવણીકાટા બોટાદમાં રહેતા જીનેશકુમાર વાડીલાલ પટેલ નામના યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ અનુસાર ૯ માસ અગાઉ ગુજરાતી અભિનેત્રી યશ્વી દિનેશભાઇ પટેલ નામની છોકરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થતાં બંને સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા. યશ્વી પટેલે તા.30—07-2021 ના રોજ યશ્વીનો બર્થ ડે હોઇ વડોદરા મળવા માટે બોલાવતા હું યશ્વીને મળવા હોટલમાં જતાં યશ્વીની બહેન અને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. તે વખતે યશ્વીના પિતાએ જણાવ્યું કે યશ્વી માટે અમે લગ્ન વાંચ્છુક છોકરો શોધીએ છીએ એવી વાત મને વિશ્વાસમાં લઇ મારી દીકરી અને બધાને તમે ગમ્યા છો કહ્યું હતું. આપણે એક સમાજના છીએ અને હમણાં મારી દીકરીના આલ્બમનું કામ ચાલુ છે તે પુરુ થઇ જાય પછી લગ્નની તારીખ નક્કી કરીએ.
દરમિયાન ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્વી પટેલે યુવાન પાસેથી અલગ અલગ બહાનાં બતાવી રૂ. 8 લાખ જેટલી માતબર રકમ પડાવી હતી. યુવાને રૂપિયા પરત માંગતાં બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અભિનેત્રીએ ધમકી આપી હતી.

