અમદાવાદ: કચ્છના જખૌની જળસીમાથી દિલ્હી, યુ.પી. અને પંજાબ સુધી ફેલાયેલી ડ્રગ્સની માયાજાળનો પર્દાફાશ ગુજરાત એટીએસની ટીમે કર્યો છે. ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા ચાર શખ્સોને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યા છે. સાઉથ દિલ્હીનો રાજી હૈદર ઝેદી અને ઈનરામ આમીર પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવવા અને રાજસ્થાન, દિલ્હી થઈને યુ.પી.ના મુઝ્ફફરનગરમાં આવેલા ગોડાઉનમાં પહોંચાડવા સુધીની વ્યવસ્થા કરતા હતા. અફઘાનિસ્તાનનો અબ્દુલ્લા કાકડ નામનો શખ્સ મુઝ્ફફરનગરના ગોડાઉનમાં ડ્રગ્સ પ્રોસેસ કરાવતો હતો.

