અમદાવાદઃ કચ્છના જખૌની જળસીમાથી દિલ્હી, યુ.પી. અને પંજાબ સુધી ફેલાયેલી ડ્રગ્સની માયાજાળનો પર્દાફાશ કરવા ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી યુ.પી.માં દરોડા પાડી રહી છે. જખૌ ડ્રગ્સ કેસના સૂત્રધાર હૈદર રાજીએ મુઝફ્ફરનગરમાં પોતાની બહેનના ઘરે છુપાવેલું 775 કરોડનું 155 કિલો હેરોઈન ઉપરાંત 55 કિલો કેમિકલ કબ્જે કરાયું છે. નોંધપાત્ર બાબત એ છે કે ડ્રગ્સનો આ જથ્થો ચેન્નાઈ પોર્ટથી આવ્યો હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે. દેશભરના પોર્ટમાંથી ડ્રગ્સ લવાતું હોવાની વિગતો ચોંકાવનારી છે.
