દિલ્હીમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક

Tuesday 03rd May 2022 15:26 EDT
 
 

ગાંધીનગર: દિલ્હી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સીએમઓ મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી બેઠક યોજાઈ હતી. દોઢેક કલાકની બેઠકમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રચાર કાર્યક્રમોથી લઈને સરકારી કામો સંદર્બે લંબાણપૂર્વકની ચર્ચા થયાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus