પટિયાલાઃ શિવસેના-ખાલિસ્તાન સમર્થકો વચ્ચે ઘર્ષણ, 144 લાગુ

Tuesday 03rd May 2022 16:03 EDT
 
 

પટિયાલાઃ પંજાબના પટિયાલામાં શિવસેના અને ખાલિસ્તાન સમર્થકોની વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સ્થાનિક પ્રશાસન સતર્ક થતા આગામી 11 કલાક માટે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે તેને ધ્યાનમાં લઈને પ્રશાસને આ પગલું ભર્યું છે. બીજી તરફ, શિવસેનાએ પટિયાલા યુનિટના અધ્યક્ષ હરીશ સિંગલાને પાર્ટી વિરોધી કાર્યવાહી કરવાના કારણે સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. માને ભરોસો આપ્યો કે તેમની સરકાર કોઈને કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી નહીં આપે. આ ઘટનામાં બે પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા છે.


comments powered by Disqus